સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્લ્ડ કપમા ભારતની ત્રીજી જીત થતા અને ખાસ કરીને પાકિસ્તાનને હરાવતા ક્રિકેટ રસિકોમાં આનંદ જોવા મળ્યો હતો અને રોડ ઉપર આવી ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારતની જીતને લઈને અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારત-પાકિસ્તાનની મેચ શરૂ થતા ક્રિકેટ પ્રેમીઓ ટીવી સ્કીન આગળ ગોઠવાઈ ગયા હતા, તો પ્રાંતિજ બજારમાં પણ જાણે ભારત-પાકિસ્તાનની મેચને બપોર બાદ બજારમા કરફ્યુ જેવો જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે ભારતનો સાત વિકેટે શાનદાર વિજય થતા પ્રાંતિજ નગરમા લોકો ધરોમાથી બહાર રોડ ઉપર આવી ફટાકડા ફોડીને દિવાળી જેવો માહોલ જોવા સર્જાયો હતો. પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર પણ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ હાથમા રાષ્ટ્ર ધ્વજ લઈને તિરંગો લહેરાવી એકઠા થઈને ભારત માતાકી જય, વંદેમાતરમના નારા સાથે ફટાકડા ફોડી પાકિસ્તાન સામે થયેલ શાનદાર જીતની ખુશી વ્યક્ત કરી જીતનો ઉત્સવ મનાવ્યો હતો.