Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પોશીના ના જંગલોમાં ડુંગરો ઉપર ડ્રોનથી બીજ- સીડબોલનું કરાયું વાવેતર, 70 હેક્ટરમાં 700 કિલો બીજનું રોપણ....

સાબરકાંઠાના જિલ્લાના પોશીના જંગલોને હરિયાળા રાખવા માટે આશરે 70 હેક્ટર જેટલા વિસ્તારમાં ડ્રોન દ્વારા બીજ અને સિડબોલનું વાવેતર કરવામાં આવ્યું હતું.

X

વન વિભાગ દ્વારા જંગલોને હરિયાળું બનાવવા માટે અનેક જગ્યાએ વૃક્ષો વાવવામાં આવે છે. ત્યારે સાબરકાંઠાના પોશીના જંગલ વિસ્તારમાં આવેલ ડુંગરો પર ડ્રોન દ્વારા બીજ અને સીડબોલ નું વાવેતર કરવામાં આવ્યું હતું. મોટાભાગના જંગલ વિસ્તારમાં ઊંચા ડુંગરો આવેલા છે, જ્યારે આ ડુંગરોને હરિયાળા રાખવા માટે જંગલ હોવુ જરૂરી છે. જે માટે વન વિભાગ દ્વારા વૃક્ષોનુ વાવેતર કરાય છે.

પરંતુ ઊંચા ડુંગરની ટોચ તથા કોતરો અને ખીણ વિસ્તારમાં વૃક્ષોના રોપા પહોંચી શકતા નથી જેથી વન વિભાગ દ્વારા પોશીનાના ડુંગરો ઉપર બીજ સીડબોલ ડ્રોનથી નાંખવામાં આવ્યા હતા. આ અંગે પોશીના R.D.F તથા નોર્મલ રેન્જના R.F.O. બી.સી.ડાભી તથા દિપકભાઇ નિનામા ના જણાવ્યાનુસાર પોશીના તાલુકાના જંગલ વિસ્તારમાં બંને રેન્જ દ્વારા આશરે 70 હેક્ટર જેટલા વિસ્તારમાં બીજ સીડબોલ બનાવી ડ્રોન દ્વારા 700 કિલો જેટલા ડુંગર ના જંગલ વિસ્તારમાં નાખવામાં આવ્યા છે. જેમાં ખજૂર,જાંબુ,વાંસ, આસીતરો દેશી બાવળ, બીલી, ખેર તથા બોરડીના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story