Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: 50 હજારના ખર્ચમાં લાખોની કમાણી કરી આપતા આ ફળે ખેડૂતોને ચિંતામાં મૂક્યા, જુઓ શુ છે કારણ

સાબરકાંઠા જીલ્લામાં 250થી 300 હેક્ટર વિસ્તારમા દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો તેના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે

X

સાબરકાંઠા જીલ્લામાં 250થી 300 હેક્ટર વિસ્તારમા દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો તેના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે.પરંતુ દાડમના પાકમાં આવેલ રોગના કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે, ત્યારે દાડમનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં અઢી સોથી ત્રણ સો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો દાડમના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન પણ મળે છે. જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી કરી રહ્યા છે.પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે.

તેની સાથે અન્ય તાલુકાઓમાં દાડમનું નવું વાવેતર પણ શરૂ થયુ છે જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે.આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે અને મજુરી પણ વધુ છે. જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે. શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું. તેના કારણે સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો છે.

Next Story