સાબરકાંઠા: જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે કનુ પટેલની વરણી,કાર્યકરો દ્વારા કરવામાં આવી ઉજવણી

ભાજપના પ્રમુખ તરીકે કનુ પટેલની નિમણૂક કરવામાં આવતા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી

New Update
સાબરકાંઠા: જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે કનુ પટેલની વરણી,કાર્યકરો દ્વારા કરવામાં આવી ઉજવણી

સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કનુ પટેલની નિમણૂક કરવામાં આવતા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી

Advertisment W3.CSS

સાબરકાંઠાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામના કનુ પટેલ ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 1981થી 1983 સુધી ગ્રેજયુટ અભ્યાસ કર્યો હતો ત્યારબાદ ગુજરાત યુનીવર્સીટીમાંથી એકાઉન્ટ અને ઇકોનોમિકસ વિષય બીકોમ કર્યું હતુ.કનુભાઈ પટેલે 1995થી ભાજપમાં અલગ અલગ હોદ્દાઓ ઉપરાંત કાર્યકર્તા તરીકે ફરજ બજાવી છે.1995માં ઇડર મંડલ યુવા મોરચા મંત્રી હતા ત્યારબાદ ઇડર તાલુકા ઈલેક્શન ઓફીસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. ઇડર તાલુકા ભાજપના બે વખત પ્રમુખ રહી ચુક્યા છે જયારે 2021માં સાબરકાંઠા જીલ્લા ભાજપના મહામંત્રી બન્યા હતા અને આજે જીલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત કાર્યાલય મંત્રી તરીકેની ફરજ તો સાથે નિભાવી રહ્યા છે અને ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના સેનેટ સભ્ય પણ રહી ચુક્યા છે.જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કનુભાઈ પટેલની નિમણૂક કરતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વેહચીને આનંદ મનાવ્યો હતો.