Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ખેડૂતે જાત મહેનતે ખેતી ઉપયોગી 7 યાંત્રિક સાધનો બનાવ્યા, સાધનો જોઈ તમને પણ નવાઈ લાગશે...

સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. યાંત્રિક સાધનો વડે ખેડૂત આધુનિક ખેતી તરફ વળ્યા છે,

X

સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. યાંત્રિક સાધનો વડે ખેડૂત આધુનિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતે જાત મહેનતે એવી યાંત્રિક વસ્તુઓ બનાવી છે, જે તમને જોઈને નવાઈ લાગશે... જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

મોબાઇલમાં બેઠા બેઠા મોટર ચાલુ બંધ કરી રહેલા આ ખેડૂત છે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામના... હાલના સમયમાં ખેતી માટે ઉપીયોગમાં લેવાતા યાંત્રિક સાધનો મોંઘા બન્યા છે, ત્યારે મામરોલી ગામના ખેડૂતે જાત મહેનતે 7 જેટલા યાંત્રિક સાધનો બનાવ્યા છે. જેમાં ખેતરમાં દવા છાંટવાનો પંપ હોય કે, મોબાઈલ વડે મોટર ચાલુ બંધ કરવી. આ બધું જ કામ કરવા માટે ખેડૂતે જાતે જ યાંત્રિક સાધનો બનાવી દીધા છે. પહેલા પાકને પિયત આપવું હોય તો રાત-દિવસ ખેડૂતને ખેતરમાં હેરાન થવું પડતું હતું. પરંતુ હવે ટેકનોલોજીનો ઉપીયોગ કરી ખેડૂત બેઠા બેઠા જ ખેતરમાં પાકને પિયત આપી રહ્યા છે.

હવે, આ દવા છાંટકાવ કરવાનો જુગાડ પણ જોઈ લો. 10 ખેડૂતનું કામ એક જ ખેડૂત કરી રહ્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નાના ખેડૂતોને યાંત્રિક સાધનનો ઉપયોગ કરવો મુશકેલ હોય છે, ત્યારે આ મધ્યમ વર્ગી ખેડૂત સતત 2 વર્ષ સુધી અવનવા પ્રયોગ કરી પોતાની રીતે જ યાંત્રિક સાધનો બનાવી રહ્યા છે. જેમાં ખર્ચ ઓછો અને ફાયદા વધુ થઈ રહ્યા છે. તો ગામના અન્ય ખેડૂતો પણ આ જુગાડનો ઉપયોગ કરી ઓછી મહેનતે વધુ સમય બચાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, યાંત્રિક સાધનનો ઉપયોગ કરવા છતાં સમય અને ખર્ચ ખેડૂતને વધુ થતા હોય છે, ત્યારે મામરોલી ગામના ખેડૂતે શોધી કાઢેલા જુગાડ અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયા છે.

Next Story