Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : જંગલી ભૂંડનો ખેડૂતો પર જીવલેણ હુમલો, પાકને પણ પહોચાડ્યું વ્યાપક નુકશાન...

સાબરકાંઠા જિલ્લામાં નીલગાય, ગુલાબ અને જંગલી ભૂંડના હુમલાથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે,

X

સાબરકાંઠા જિલ્લામાં નીલગાય, ગુલાબ અને જંગલી ભૂંડના હુમલાથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે, જ્યારે ખેતરમાં કામ કરી રહેલ એક મહિલા અને બે પુરૂષો સહિત ત્રણ લોકો પર જંગલી ભૂંડે હુમલો કરતાં ઇજા પામ્યા છે.

સાબરકાંઠા જિલ્લો મોટાભાગે જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં રીંછ, દીપડા, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ રાત્રીના સમયે ખેતરોમાં ધસી આવે છે. એટલું જ નહીં, આ પ્રાણીઓ લોકો પર હુમલા કરી ગંભીર ઇજા પણ પહોચાડે છે. થોડા દિવસો પહેલા રામપુરમાં ખેતરમાં કામ કરતા શ્રમિકો પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. જેમાં શ્રમિકોને શરીરેથી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ સાથે જ ખેતરમાં રહેલા પાકને પણ ભારે નુકશાન પહોચાડ્યું હતું.

હિંમતનગરના ડુંગરાળ વિસ્તાર હિંમતપુર સહિત આજુબાજુના ગામોમાં જંગલી ભૂંડ અને નીલગાયના કારણે પાકને ભારે નુકશાન થયું છે. આ વખતે પાકનું ઉત્પાદન ઓછું થયું છે. તો બીજી તરફ, જંગલી પ્રાણીઓએ પાકને નુકશાન પહોચાડ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા હવે સરકાર પાસે સહાય વળતરની માંગ કરવામાં આવી છે. જોકે, વિવિધ યોજનાઓ દ્વારા સરકાર તરફથી ખેડૂતોને લાભ મળે છે, પરંતુ આ વખતે સરકાર ખેડૂતોને રાહત આપે તેવી માંગ ઉઠી છે.

Next Story