સાબરકાંઠા : પ્રાંતિજ પંથકમાં વહેલી સવારથી જ છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ, વાહનચાલકો પરેશાન...
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વહેલી સવારથી જ ધુમ્મસને લઈને અનેક વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા.
BY Connect Gujarat Desk25 Jan 2023 7:18 AM GMT
X
Connect Gujarat Desk25 Jan 2023 7:18 AM GMT
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વહેલી સવારથી જ ધુમ્મસને લઈને અનેક વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા. ધુમ્મસના કારણે વાહનચાલકો લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર બન્યા હતા.
એક તરફ હવામાન વિભાગની આગાહીના પગલે કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે, ત્યારે બીજી તરફ વહેલી સવારથી જ રાજ્યના કેટલાક જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ધુમ્મસ જોવા મળ્યું હતું, ત્યારે ધુમ્મસને લઈને ઝીરો વિઝિબિલિટીના કારણે અનેક વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. તો કેટલાક વાહનચાલકો લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર બન્યા હતા. આ સાથે જ ધુમ્મસને લઈને વહેલી સવારથી હાઇવે ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
Next Story