સાબરકાંઠા: હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
સાબરકાંઠા: હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે

Advertisment

સાબરકાંઠાના હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલ શ્રી કુબેરધામ ખાતે 8 થી 11 ઓક્ટોમ્બર દરમિયાન ચાર દિવસ મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પ્રારંભ આજથી થયો છે. પાંચ દીવસ પહેલા બે ઓક્ટોમ્બરે યજ્ઞ શાળાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં 200 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે જવારા રોપણ પણ કરવામાં આવ્યું હતું. ધર્મ ધજા આરોહણ, વિષ્ણુપૂજા, હનુમંત પૂજા કરવામાં આવી હતી જયારે ચાર દિવસ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ આનંદમયી થયો છે. દેહશુદ્ધિ, પ્રાયશ્ચિત પૂજા, વિષ્ણુ દેવતા આહવાહન પૂજા, હોમ કર્મ, અને દશ વિધિ સ્નાન પૂજા કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

Advertisment