સાબરકાંઠા : અમેરીકા મોકલવાના બહાને રૂ. 20 લાખની છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ...

વાધપુરના વ્યક્તિને અમેરીકા મોકલવાના બહાને છેતરપિંડી, અમેરીકા મોકલવા માટે રૂપિયા 70 લાખમાં થઈ હતી ડીલ.

New Update
સાબરકાંઠા : અમેરીકા મોકલવાના બહાને રૂ. 20 લાખની છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુર ગામના યુવક સહિત ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવા જતા ગુમ થયેલા 9 ગુજરાતીઓના મામલામાં પોલીસે વધુ એક એજન્ટને ઝડપી પાડ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુર ખાતે રહેતા ભરત રબારીને મહેસાણા ખાતે રહેતા દિવ્યેશ કુમાર ઉર્ફે મનોજ પટેલ તથા અમદાવાદ ખાતે રહેતા મહેન્દ્ર ઉર્ફે એમડી પટેલ દ્વારા ભરત રબારીને વર્ક પરમીટ વિઝા ઉપર અમેરિકા લઈ જવા માટે વિશ્વાસમાં લઈ રૂ. 70 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એડવાન્સ પેટે રૂ. 20 લાખ લઇ બાકીના રૂ. 50 લાખ અમેરિકા પહોચી કમાઇને આપવાનું જણાવ્યુ હતું.

જોકે, આ પહેલા એડવાન્સ પેટે રૂ. 20 લાખ લઇ ભરત રબારીને મુંબઈથી નેધરલેન્ડ અને ત્યાથી પોર્ટ ઓફ સ્પેન જ્યારે બાદમાં ડોમિનિકા સુધી લઈ જઈ અમેરિકા નહીં મોકલી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી થતાં ભરત રબારીના પત્ની ચેતના રબારીએ 2 લોકો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પ્રાંતિજ પોલીસે ફરિયાદના આધારે એજન્ટ દિવ્યેશ પટેલને ઝડપી પાડ્યો હતો.

તો બીજી તરફ, પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવતા અન્ય ફરાર આરોપીની પણ ગણતરીના દિવસોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories