Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : દુષ્કાળ‌ જાહેર કરવાની‌ માંગ સાથે ગુજરાત કિસાન સભાનો દેખાવો, પોલીસે કરી અટકાયત

હિંમતનગર સહિતના વિસ્તારમાં દુષ્કાળ‌ જાહેર કરવાની‌ માંગ, ગુજરાત કિસાન સભા-સામ્યવાદી પક્ષના કાર્યકરો દ્વારા દેખાવો

X

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકા વિસ્તારમાં દુષ્કાળ‌ જાહેર કરવાની‌ માંગ સાથે ગુજરાત કિસાન સભા અને સામ્યવાદી પક્ષના કાર્યકરો સહિત ખેડૂતો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો.

ગુજરાત કિસાન સભા અને સામ્યવાદી પક્ષના કાર્યકરો દ્વારા સાબરકાંઠા જિલ્લામાં દુષ્કાળ‌ જાહેર કરવાની‌ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્લેક્ટર કચેરી ખાતે દેખાવો કરી રહેલા આગેવાનો અને કાર્યકરોએ વરસાદ વગર પાક સુકાઈ રહ્યો હોવાથી દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી હતી, જ્યારે ખેડૂતોના સહકારી અને સરકારી દેવા માફ કરવાની પણ માંગ કરાઈ હતી. ગુજરાત કિસાન સભા અને સામ્યવાદી પક્ષના કાર્યકરો જિલ્લા ક્લેક્ટરને આવેદન પત્ર પાઠવે તે પહેલા જ તેઓની અટકાયત કરી હિંમતનગર બી' ડિવિજન પોલિસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

Next Story