સાબરકાંઠા : હાથમતી કેનાલની સાફસફાઈ હાથ ધરાઈ,200 ટન કરતા વધુ કચરો બહાર કાઢયો

નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. માત્ર ત્રણ જ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો

New Update
  • હાથમતી કેનાલમાં જામ્યા કચરાના ઢગ

  • કેનાલની દુર્ગંધથી લોકો હતા ત્રસ્ત

  • પાલિકા દ્વારા શરૂ કરાયું સફાઈ અભિયાન

  • ત્રણ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો

  • કેનાલમાંથી 200 ટન કચરો ઉલેચ્યો   

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાફસફાઈ હાથ ધરાઈ છે.જેમાં અત્યાર સુધી 200 ટન કરતા વધુ કચરો ઉલેચવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેની મુહિમ હાથ ધરાઈ છે.શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં ગંદકી ખદબદી રહી હતી.તો કેનાલ ફન્ટ પર આવતા લોકો પણ ત્રસ્ત બન્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. માત્ર ત્રણ જ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો છે.

કેનાલમાં માટી અને કચરાના ઢગ જામી ગયા હતા.જેને લઈ જેસીબીની મદદથી 2 થી 5 ફુટ સુધીનો 200 ટન ઉપરાંત કચરો કઢાયો છે.હાલ તો ફ્રૂટ માર્કેટથી મોતીપુરા બાયપાસ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Latest Stories