સાબરકાંઠા : ભારે વરસાદથી પશુઓ માટે ઘાસચારાના પણ ફાંફા, પાકો પણ પલળી ગયાં

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ, મગફળી પલળી જતાં ખેડુતોની હાલત કફોડી

New Update
સાબરકાંઠા : ભારે વરસાદથી પશુઓ માટે ઘાસચારાના પણ ફાંફા, પાકો પણ પલળી ગયાં

સાબરકાંઠા જીલ્લામાં વરસાદે ખેડુતોના હાલ બેહાલ કરી નાંખ્યાં છે. વરસાદના કારણે પાકો તો પલળી ગયાં છે પણ પશુઓને ખવડાવવા માટે ઘાસચારાની પણ તંગી ઉભી થઇ છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડુતોની હાલની સ્થિતિ તો દયનીય ભાખી રહી છે. જીલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીનું કરવામાં આવે છે. આ ઉપરાંત કપાસ, કઠોળ તથા શાકભાજીની પણ ખેતી ખેડુતો કરતાં હોય છે. ચાલુ વર્ષે ભારે વરસાદથી ખેડુતોના હાલ બેહાલ છે... સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદને લઈને ખેડુતોનો પાક નષ્ટ થયો છે.. વાત કરીએ મગફળીની તો મગફળીના દાણા અને મગફળી પલળી જવાથી કાળી પડી ગઈ છે. મગફળીમાંથી મળતો ઘાસચારો પણ બગડી ગયો છે જેનાથી પશુઓ પણ ખાઈ શકે તેમ નથી..

અમુક ખેતરમાં મગફળી તો એવી છે કે જેમાંથી એક કણ પણ ખેડુતોને મળી શકે તેમ નથી અને જે મગફળી છે તે પણ કાળી થઈ ગઈ છે અને અંદરના દાણા પણ બગડી ગયા છે. પહેલા વરસાદ પાછો ખેચાયો ત્યારે ખેડુતોએ મહા મહેનતે મોઘીદાટ દવાઓ, ખાતર અને બિયારણ નાખી પાક ઊભો કર્યો પરંતુ પાછોતરો વરસાદ પડતા જ પાકને નુકસાન થઈ રહ્યુ છે... વરસાદના કારણે મગફળીના ઉત્પાદન માં ૫૦ ટકાનો ઘટાડો થયો છે... અને હજુ તો વરસાદની આગાહી છે તો જે બચેલ પાક છે તે પણ નષ્ટ થઈ શકે તેમ છે...

Latest Stories