Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં કોલેજના વિદ્યાર્થીઓએ વાહન ચાલકોને આપી ટ્રાફિકના નિયમોની જાણકારી

સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયો કાર્યક્રમ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

X

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ટ્રાફિકને લઈને ગ્રોમોર કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો સાથે હાઇવે પર અવતા જતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં માર્ગ સલામતીને લઈને ગ્રોમોર કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થીઓએ હવે જાગૃતા દર્શાવી છે. જેને લઈને અકસ્માત થતા અટકી શકે તે માટે એન.એસ.એસના વિદ્યાર્થીઓએ હાઇવે રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અંગેની પત્રિકા આપીને માહિતી આપવામાં આવી હતી.

વિવિધ બેનરો સાથે વિધાર્થીઓ દ્વારા ટ્રાફિક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરીને વાહન ચાલવું, વાહન ચલાવતી વખતે આલ્કોહોલનું સેવન ટાળવું, વાહન પુરઝડપે ચલાવનું ટાળો, માર્ગ પર વાહન ચાવતી વખતે રમત કરવાનું ટાળો જેવા નિયમો વિશે વાહન ચાલકોને આપવામાં આવી હતી.

Next Story