સાબરકાંઠા: ઘરમાં પંખા સાથે છત એકાએક પડી, માતા-દીકરીના નિપજ્યા મોત

હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં સોમવારે રાત્રિ દરમિયાન ઘરમાં સુઈ રેહેલા માતા-પુત્રી પર ચાલુ પંખો અચાનક પડ્યો હતો અને સાથે છત પણ પડી હતી. જેમાં માતા-પુત્રીના મોત નિપજ્યા હતા.

New Update
સાબરકાંઠા: ઘરમાં પંખા સાથે છત એકાએક પડી, માતા-દીકરીના નિપજ્યા મોત

હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં મુસ્તુફા મસ્જીદ રોડ પર આવેલા સર્વોદય સોસાયટી સામે રહેતા માતા મુમતાજબાનું અને દીકરી બુસરાબીબી અને પુત્ર મતીન ત્રણ રહે છે. સોમવારે રાત્રે મુમતાજબાનું અને તેમની પુત્રી બુસરાબીબી પંખો ચાલુ કરીને ઘરમાં સુઈ રહ્યા હતા. 

તે દરમિયાન રાત્રીના 11 વાગ્યાના સમયે અચાનક ચાલુ પંખો અને છત એકસાથે માતા-પુત્રી પર પડ્યા હતા. જેને લઈને બુમાબુમ થઇ ગઈ હતી અને ત્યારબાદ આજુબાજુના પડોશીઓ અને તેમના સંબંધીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને કાટમાળ નીચેથી કાઢીને 108માં સારવાર અર્થે નજીકની ફાતેમાં હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. 

જ્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ સિવિલ દ્વારા હિંમતનગર બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

Latest Stories