સાબરકાંઠા : હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની મબલખ આવક, ખેડૂતોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે. ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે

New Update
  • હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક

  • માર્કેટિંગ યાર્ડમાં ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

  • 15000 બોરીની આવકથી યાર્ડ ઉભરાયું

  • ખેડૂતોને મળી રહયા છે કવોલિટી પ્રમાણે ઉંચા ભાવ

  • ઘઉંના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ 

Advertisment

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધ આવક શરૂ થઈ છે. અત્યાર સુધીમાં તમામ યાર્ડ કરતા હરાજીમાં સૌથી ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.તો આવનાર સમયમાં ઘઉંનો ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે. ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે અને આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સરેરાશ 10000 થી 15000 બોરી ઘઉંની આવક પણ થઈ છે.ભાવની વાત કરીએ તો 480 થી લઈને 725 રૂપિયા પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે,ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઘઉં વેચી રહ્યા છે.

ઘઉંની સિઝનની શરૂઆતથી જ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે અને જાહેર હરાજીમાં ખેડૂતોને ઘઉંની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. સરેરાશ ભાવની વાત કરીએ તો 580થી 725 સુધી સારા ભાવ મળતા હોય છે અને એટલે સાબરકાંઠા જીલ્લા ઉપરાંત અન્ય જીલ્લા અને તાલુકાઓમાંથી ઘઉંની આવક અહીં વધુ થાય છેજેને લઈ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સારી ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે.અત્યાર સુધીમાં 98 હજાર બોરી કરતા પણ વધુ ઘઉંની આવક નોંધાઈ છે તો આજે પણ અંદાજે 15000 બોરીની આવક આવી છે એટલે કે હિંમતનગર માર્કેટમાં સારા ભાવ મળવાની આશાએ અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી ઘઉં વેચી રહ્યા છે.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment