/connect-gujarat/media/post_banners/55d9df1c7259e75952d7e001411b6c0abe3d74967076243369b3262d5372567f.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવતા સ્થાનિક મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી રહીશોને દુર્ગંધયુક્ત ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા એક મહિનાથી રજુઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિક મહિલાઓએ પ્રાંતિજ પાલિકા કચેરી ખાતે દોડી આવી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં શુદ્ધ પાણી આપવા માટે રજુઆત કરી હતી, અને જો એક અઠવાડિયા સુધીમાં પીવાનું શુધ્ધ પાણી નહી મળેતો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ મતદાન નહી કરવાની પણ સોસાયટીના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે.