Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઇડર ગઢ બચાવો સમિતિએ આપ્યું હતું ઇડર બંધનું એલાન, જાણો શું છે કારણ..!

ઇડર ગઢ પર ચાલતા ખનન કામ વિરુદ્ધ લોકોમાં રોષ, ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા અપાયું બંધનું એલાન

X

સાબરકાંઠા જીલ્લાના ઇડર ગઢ પર ચાલતા ખનન કામને અટકાવવા માટે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા અપાયેલા ઇડર બંધના એલાનને લોકોનું સમર્થન મળ્યું હતું.

સાબરકાંઠા જીલ્લાના ઇડર ગઢ પર છેલ્લા ઘણા સમયથી ખનન કામ ચાલતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે આ ખનન કામને અટકાવવા માટે ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા ઇડર બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, થોડા દિવસ અગાઉ ઇડર ગઢ બચાવો સમિતિ અને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા શહેરમાં પત્રિકા વિતરણ કરી લોકોને બંધમાં જોડાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી, ત્યારે ઇડર શહેરના બજારો સહીત પાથરણાંવાળા ઇડર બંધમાં જોડાઇને પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. શહેરના વિવિધ સંગઠનો, વેપારી એસોસીએશન, બાર એસોસીએશન, ઈડર ખેતીવાડી માર્કેટ યાર્ડ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું. ઈડર શહેરના બજારો વહેલી સવારથી સંપૂર્ણ ચુસ્તપણે બંધ જોવા મળ્યા હતા. તો સાથે જ ઈડર બંધને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Next Story
Share it