Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુરમાં ફુલાવરનું બિયારણ નિકળ્યું ભેળસેળવાળું, ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો...

જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતે સીજન્ટાનું લકી કંપનીનુંનુ ફુલાવરનું બિયારણ ખરીદી કરી દોઢ વીધામાં વાવેતર કર્યું હતું

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતે સીજન્ટાનું લકી કંપનીનુંનુ ફુલાવરનું બિયારણ ખરીદી કરી દોઢ વીધામાં વાવેતર કર્યું હતું. જે ફુલાવરનું બિયારણ ભેળસેળવાળું નિકળ્યા બાદ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર-સાદોલીયા સીમામાં જમીન માલિક લીલાભાઈ રાવળ ફુલાવરની ખેતી કરે છે. ખેડૂત દ્વારા આશરે દોઢ વીઘાથી પણ વધારે સીજન્ટાનું લકી કંપનીનું ફુલાવરનું બિયારણ 20 પેકેટ જેની એક પેકેટની કિંમત 700 રૂપિયા છે. જે બિયારણ લાવીને ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પણ થોડાક દિવસો બાદ પણ ખેતરમાં જોઈએ એવો ફુલાવરનો વિકાસ ન થતાં ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ બિયારણ બનાવતી કંપનીને જાણ કરી હતી. જોકે, ખેડૂતે હિંમતનગર બાગાયત કચેરી ખાતે રજૂઆત કરતાં બાગાયત અધિકારીઓએ ખેતરમાં આવીને સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે જ ખેડૂત લીલાભાઈ રાવળને બાગાયત અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.

Next Story