સાબરકાંઠા: સાબરડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો, ભાવ વધારો 21 જાન્યુઆરીથી થશે લાગુ

સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અઆ ભાવ વધારો તારીખ 21 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે

New Update

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા દુધના પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે 21 જાન્યુઆરીથી ભાવ વધારો લાગુ પડશે. જેને લઈને દૂધ મંડળીઓમાં પરિપત્રો કરી દેવામાં આવ્યા છે. તો આગામી 21મી જાન્યુઆરીથી ભેંસના દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 800 તથા ગાયના દૂધનો ભાવ સમતુલ્ય કિલો ફેટના રૂપિયા 765 મુજબ ગણતા રૂપિયા 347 રહેશે. જેને લઈને સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ થશે.દૂધ ઉત્પાદનમાં વધારો થાય તેમજ વધુને વધુ દૂધના વ્યવસાય સાથે પશુપાલકો જોડાઇને આર્થીક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી પશુપાલકોને ચુકવવામાં આવતા કામ ચલાઉ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Latest Stories