Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ટામેટા પકવતા ખેડૂતોને લાલ પાણીએ રોવાનો વારો,જુઓ શું છે કારણ

સાબરકાંઠા જિલ્લો હિંમતનગર એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2થી 5 રૂપિયા કિલો પણ લેવા કોઈ તૈયાર નથી.

X

સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે અને અહીં વિવિધ શાકભાજીનું ઉત્પાદન થાય છે, તો અહીંની શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે ત્યારે ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોએ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે

સાબરકાંઠા જિલ્લો હિંમતનગર એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2થી 5 રૂપિયા કિલો પણ લેવા કોઈ તૈયાર નથી. જેના કારણે ખેડૂતોને હાલ તો ભારે નુકસાન જોવા મળ્યું છે. ટામેટાનો ભાવ વધે તો ખેડૂતોને પણ ફાયદો થાય તેમ છે.સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે અને અહીં વિવિધ શાકભાજીનું ઉત્પાદન થાય છે, તો અહીંની શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ત્યારે હાલમાં શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી છે લઇને તમામ શાકભાજી 100કે 150ને પાર પહોંચી છે. ત્યારે એક ટામેટા છે કે જેના ભાવ ગગડી પડતા ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ હાલ નીકળી શકે તેમ નથી.

Next Story