સાબરકાંઠા : ચોરીની 27 બાઇકો સાથે ગેંગના 3 શખ્સોની LCBએ કરી ધરપકડ, રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...

પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી.

New Update
સાબરકાંઠા : ચોરીની 27 બાઇકો સાથે ગેંગના 3 શખ્સોની LCBએ કરી ધરપકડ, રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...

સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પોશીના વિસ્તારમાંથી બાઈક ચોરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં 27 બાઈક રિકવર કરી રૂ. 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે અન્ય 7 જેટલા ફરાર તસ્કરોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે બાઈક ચોરીના ગુનાહો વધી રહ્યા છે. જેને લઈને જિલ્લા પોલીસે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જોકે, LCB ટીમને બાતમી મળતા પોશીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાઈક ચોરો વિસ્તારમાંથી પસાર થતાં પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી. ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં આખરે 43 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. જેમાંથી પોલીસે 27 જેટલી બાઈકો રિકવર કરી રૂ. 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાઈક ચોરી કરનાર ગેંગ દિવસ દરમિયાન મોટા શહેરોમાં રેકી કરતા હતા, જ્યારે રાત્રિ દરમિયાન બાઇક ચોરીને અંજામ આપી રાજસ્થાનના કોટડા ખાતે વેચાણ કરતા હોવાની કબૂલાત આપી હતી.