સાબરકાંઠા : અજગરને ક્રુરતાપૂર્વક લાકડીના સપાટા મારી ઉતાર્યો મોતને ઘાટ, જુઓ LIVE વિડિયો..!

અજગરને લાકડીના સપાટા મારી ઉતાર્યો મોતને ઘાટ, ક્રુરતાભર્યો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ.

New Update
સાબરકાંઠા : અજગરને ક્રુરતાપૂર્વક લાકડીના સપાટા મારી ઉતાર્યો મોતને ઘાટ, જુઓ LIVE વિડિયો..!

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામે અજગરને લાકડીના સપાટા મારતા હોવાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે, ત્યારે આ મામલે વન્યજીવ પર ક્રુરતા આચારનાર 3 ઇસમો વિરુદ્ધ વન્યપ્રાણી સંધિ એક્ટ અંતર્ગત ઇડર વનવિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગત તા. 25 ઓગસ્ટના રોજ ઇડર તાલુકાના કુકડીયા ગામ નજીક રાત્રિના સમયે કેટલાક લોકો એક અજગરને મારી રહ્યા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક લોકો બાઇકમાં આવી ચઢેલા એક અજગરને રગડીને રસ્તાની વચ્ચોવચ્ચ લાવે છે. ત્યારબાદ અજગરને એકબાદ એક લાકડીના સપાટા મારી રહ્યા છે.

એટલું જ નહીં એક વ્યક્તિએ તો અજગરનું માથું પગ મારીને કચડી નાખ્યું હતું, ત્યારે આસપાસ રહેલા કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વિડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ક્રુરતાભર્યો આ વિડિયો જોઈ સૌકોઈ વન્યજીવ પર ક્રુરતા આચારનાર ઇસમો વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે.

કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ઇડર વન વિભાગના આર.એફ.ઓ.એ આ મામલે વન્યપ્રાણી સંધિ એક્ટ અંતર્ગત 3 લોકોની અટકાયત કરી હોવાનું જણાવ્યુ હતું. કુકડીયા ગામના રહેવાસી વિક્રમ રાવળ, કરણ રાવળ સહિત એક કિશોરની અટકાયત કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ આગામી સમયમાં અજગરને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં વધુ ખુલાસા પણ થઈ શકે છે.

Read the Next Article

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં યોજાયો કાર્યક્રમ

  • સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • શિવ પાર્થિવ પૂજનનું કરાયુ આયોજન

  • શ્રાવણ માસમાં કરવામાં આવે છે પૂજા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરના કોસમડી ગામના  સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજાનનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આચાર્ય શિવરામ પાંડેયની અધ્યક્ષતામાં શિવ પાર્થિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 61 જોડા જોડાયા હતા અને શાસ્ત્રોત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં અશોક મહતો,સોનું મૌર્યા અને વિશ્વજીત પાલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.