Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઇડરના સાબલી ગામમાં આવેલું છે ચમત્કારી મહાકાળી મંદિર, જ્યાં પથ્થરમાં વાગે છે ઘંટ જેવો રણકાર

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામમાં આવેલા મહાકાળી માતાજીનાં મંદિરના પથ્થરમાંથી ઘંટ જેવો રણકાર ઉત્પન્ન થાય છે.

X

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામમાં આવેલા મહાકાળી માતાજીનાં મંદિરના પથ્થરમાંથી ઘંટ જેવો રણકાર ઉત્પન્ન થાય છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામની સીમમાં આવેલા ડુંગર અને ગુહાઈ ડેમની નયનરમ્ય વાતાવરણની વચ્ચે એક ડુંગર ઉપર શ્રી મહાકાલી માતાનું મંદિર આવેલું છે. જ્યાં મહાકાળી માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓ દૂર દૂરથી દર મંગળવાર અને રવિવારે પધારે છે. ડુંગર ઉપર જવા માટે રોડ પણ બનાવવામાં આવેલો છે. અડધે સુધી પ્રવાસીઓ વાહન લઇને જઈ શકે છે અને ત્યારબાદ થોડા પગથિયાં ચડીને મહાકાલી માતાના દર્શન કરી શકાય છે. ડુંગર ઉપર ગયા પછી પણ બે કોતરની વચ્ચે કુદરતી પગથિયાં દ્વારા નીચે ઉતરીને અંદરની બાજુ મહાકાલી માતાની મૂર્તિ બિરાજમાન છે. તે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર જગ્યા છે કે જ્યાં ડુંગરની ટોચ ઉપર ગયા બાદ પણ બે કોતરની વચ્ચે નીચે ઉતરીને માતાજીના દર્શન કરી શકાય છે. ત્યાના પથ્થરમાંથી પણ ઘંટ જેવો રણકાર સંભળાય છે.

આજથી છ-સાત વર્ષ પહેલા પ્રવાસીએ ડુંગર પરથી મસ્તી કરતા કરતા પથ્થર ફેંકતા પથ્થર ડુંગરના અન્ય પથ્થર ઉપર પડ્યો ત્યારે અંદરથી જાણે કે ઝાલર નો ઘંટ વાગ્યો હોય તેવો રણકાર સંભળાયો. પછી ખબર પડી કે ડુંગર ઉપર અનેક એવા પથ્થર છે તેને હાથમાં નાનો પથ્થર લઈને કૂટતા ઘંટ જેવો રણકાર સંભળાય છે.આ વાતની ખબર જ્યારે ગામેગામ ફેલાઈ ત્યારે અહીંયા એ સંશોધન પણ કરવામાં આવ્યું કે એવું તો શું છે આ પથ્થરમાં, કે અંદરથી લોખંડની ચીજવસ્તુઓમાં આવતો હોય તેવો અવાજ સંભળાય છે. એ માટે સંશોધનો પણ થયા પરંતુ એ પથ્થર માત્ર એક સામાન્ય પથ્થરની જેમ જ છે. છતાં પણ અંદરથી ઝાલર જેવો અવાજ સંભળાય છે એ સમગ્ર વિસ્તાર અને ભક્તજનો માટે કુતુહલ બાબત બની રહી છે

સાબલી મહાકાલી મંદિરના પ્રશાસન દ્વારા દર પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર દશેરાના દિવસે રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાય છે, જેમાં 25,000 થી વધુ લોકો ગરબા રમવા અને માતાજીના દર્શન કરવા માટે આવે છે. અહીંયા પુત્ર પ્રાપ્તિની બાધા ફળતી હોય તેવું માનવામાં આવે છે.

Next Story