સાબરકાંઠા : માતાના પ્રેમીએ 18 પુરુષો સાથે મળી સગીરાને પીંખી, દીકરીને વેંચી દેવાનો કારસો પણ ઘડ્યો...

હિંમતનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
સાબરકાંઠા : માતાના પ્રેમીએ 18 પુરુષો સાથે મળી સગીરાને પીંખી, દીકરીને વેંચી દેવાનો કારસો પણ ઘડ્યો...

હિંમતનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ તેની માતા અને પ્રેમી સહિત ૨૦ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાવી છે. પોલીસે પણ માતા અને પ્રેમી સાથે ત્રણ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં સગીરા સાથે છેલ્લા ૨ વર્ષથી દુષ્કર્મ આચરનાર ૨૦ લોકો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.સગીરા પાસે તેની માતા દેહવ્યાપાર કરાવતી હોવાની સગીર દીકરીએ ફરિયાદ નોંધાવી છે.સાથે જ બે હજાર રૂપિયામાં તેની માતાને આપી ભોગ બનનાર સગીરા સાથે ૧૩ આરોપીઓએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તો બીજી તરફ ફરિયાદી સગીર દીકરીને બાર લાખ રૂપિયામાં મધ્ય પ્રદેશ રતલામમાં તેને વેચી દેવાની પણ તૈયારી કરી હતી.પરંતુ પુખ્ત વયની થાય ત્યારે વેચવાની વાત બહાર આવી હતી. પોલીસે ફરિયાદી સગીરની માતા, ભોગ બનનારની માતાનો પ્રેમી અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી પોલીસે બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે એક આરોપીને સબ જેલ મોકલી આપ્યો હતો. તો બીજો આરોપી માતાનો પ્રેમી છે એને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.સાથે માતાને કોર્ટમાં રજુ કરી ૧૨ દિવસના રિમાન્ડ માગતા કોર્ટે એક દીવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે હાલમાં માતા અને માતાનો પ્રેમી બંને રિમાન્ડ પર છે. પોલીસે ફરિયાદને લઈને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે સાથે જ બાકીના આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Latest Stories