સાબરકાંઠા:ચાંદીપુરાના કહેરના પગલે સાંસદએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કહેરના પગલે મુખ્ય હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાંસદ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી અને તબીબોને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા

New Update

સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કહેરના પગલે મુખ્ય હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાંસદ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી અને તબીબોને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસને લઈને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોચ્યા હતા. જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુરા વાઈરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ આસીસ્ટન્ટ આર.એમ.ઓ. ડૉ. વિપુલ જાની જોડાયા હતા.સાંસદે દર્દીઓના ખબર અંતર પૂછી તેમના પરિવારજનો સાથે પણ વાત કરી હતી
Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.