ભરૂચ : ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના પગલાં ભરી પાણી પહેલા પાળ બાંધવા પાલિકાને વિપક્ષની રજૂઆત
ભરૂચમાં આ જીવલેણ વાયરસનો પગપેસારો અટકાવવા માટે નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયત અને નગરપાલિકાને આવેદન પત્ર પાઠવ્યું હતું.