Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર-ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતાં અફરાતફરી…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સાબરકાંઠાના હિંમતનગર-ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરી સર્જાય હતી. માર્ગ પર ટ્રકમાંથી કોઈક કારણોસર એકા એક પથ્થરની વિશાળ શીલાઓ પડી ગઈ હતી. ટ્રકમાં લઇ જવાતી પથ્થરની શીલાઓ પડ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો, જ્યારે પથ્થરની મોટી શીલાઓ હાઈવે વચ્ચે પડતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.. આ ઘટનાને લઈ વહીવટી તંત્ર સમગ્ર મામલે અજાણ હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ હજારો ટનના પથ્થરની શીલાઓ રોડ પર પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રકોમાં આવી મસમોટી પથ્થરની શીલાઓ ઓવરલોડ અને નીતિ નિયમો નેવે મુકીને કેટલાક વાહન ચાલકો લઈ જતા હોય છે, ત્યારે સદનસીબે મોટી જાનહાનિ સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story