Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેનની સુવિધા બંધ હોવાના કારણે દર્દીઓ પરેશાન

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા હતા. પરંતુ સીટી સ્કેન છેલ્લા આઠ મહિનાથી બંધ હાલતમાં હોવાથી દર્દીઓ અગવડતાનો સામનો કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે થોડા વર્ષો અગાઉ ૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે સિવિલ હોસ્પિટલનું નિર્માણ થતા સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં કેટલીક સુવિધાઓના અભાવના કારણે હાલ તો દર્દીઓ પરેશાન બની ચુક્યા છે સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરેલ સિટી સ્કેન મશીન છેલ્લા લાંબા સમયથી બંધ હોવાના કારણે દર્દીઓ ખાનગી ક્લિનિકનો સહારો લેતા હોય છે.જોકે ખાનગી ક્લિનિકોમાં મસ મોટી ફી વસૂલવાના કારણે હાલ તો દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ હિંમતનગર સિવિલ હોસ્પિટલની હેલ્થ કમિટી કમિટી દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી.

Next Story