-
ઇડરમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો
-
રૂ.15 લાખની થઇ હતી લૂંટ
-
પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
-
ઘટનામાં હજી એક આરોપી છે ફરાર
-
આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં રૂપિયા 15 લાખની લૂંટની ઘટના બની હતી.અને ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે,અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં તારીખ 25ના રોજ બપોરના સમયે 15 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી.જેમાં પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.અને લૂંટ કરનાર ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાય ગયા છે.જો કે એક આરોપી હજી ફરાર છે.બેંક કર્મચારી અલગ અલગ બેંકમાં પૈસા જમા કરાવવા માટે નીકળ્યો હતો.તે દરમિયાન જ ઈડરના તિરંગા સર્કલથી કે એમ પટેલ વિદ્યામંદિર તરફ જતા બાઈક સવાર ત્રણ લૂંટારૂઓ દ્વારા બેંક કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો.બેંક કર્મચારી પાસે 15 લાખ રૂપિયા જેટલી રકમ હતી.જો કે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન્સ સર્વેલન્સની મદદથી બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા ગયા છે.
બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો. પકડાયેલા બે આરોપીઓ પૈકી કિરણકુમાર ચેનવા અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. જોકે અન્ય એક આરોપી પકડવાનો જે બાકી છે.તે આરોપી ભરૂચ ખાતેની લૂંટના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે હાલ તો પોલીસે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓ પાસેથી પોલીસે 11 લાખ 86 હજાર જેટલી રકમ રીકવર કરી છે.
આરોપીઓ દ્વારા લૂંટ ચલાવી ભાડાની કાર લઈ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરો પર ફર્યા હતા અને ત્યારબાદ પરત હિંમતનગર આવી ત્રણ આરોપી 15 લાખ રૂપિયાની રકમના ભાગ પાડવાના હતા.તે અરસામાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા.જ્યારે એક આરોપી હાલ ફરાર છે.ફરાર આરોપીને પકડવા માટે પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.