Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : રાજસ્થાનની બીજુડા ગેંગના 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ, રૂ. 7.65 લાખનો મુદ્દામાલ જપ્ત...

ઘરફોડ ચોરી, વાહન ચોરી કરતી રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 4 શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો

X

સાબરકાંઠા LCB પોલીસે ઇડર નજીક હાથ ધર્યું હતું ચેકિંગ

રાજસ્થાનની બીજુડા ગેંગના 4 શખ્સોની કરાય ધરપકડ

મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સોની પૂછપરછ હાથ ધરાય

વિવિધ જિલ્લામાં 11 ગુન્હાઆચર્યા હોવાની કરી કબૂલાત

LCB પોલીસ દ્વારા રૂ. 7.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાબરકાંઠા LCB પોલીસે ઇડર ખાતે ચેકિંગ દરમ્યાન લૂંટ-ધાડ, ઘરફોડ ચોરી, વાહન ચોરી કરતી રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 4 શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. સાબરકાંઠા જીલ્લામાં 2 મહિના પહેલા વિજયનગરના રાજપુરમાં 2 મકાનમાં ઘરફોડ અને થોડા દિવસ પહેલા ઇડરમાં 2 અલગ અલગ સ્થળ પર લૂંટ અને ધાડના બનાવો બન્યા હતા. જેને લઈને સાબરકાંઠા LCB પોલીસે આ ગુનાઓને ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી.

સ્થળ વિજીટ, સીસીટીવી ફૂટેજ તપાસણી, ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની બાતમીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સાબરકાંઠા LCB PSI ડી.સી.પરમાર સાથે સ્ટાફ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભિલોડાથી ઇડર તરફ આવતા મોહનપુર રેલ્વે ફાટક નજીકથી 2 બાઈક પર આવતા રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા તેમની પાસેથી લોખંડનો સળીયો સહીત વિવિધ સાધનો મળી આવ્યા હતા.

19થી 29 વર્ષની વયના મુખ્ય સુત્રધાર સહીત બીજુડા ગેંગના 4 શખ્સોની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ટુ વ્હીલર વાહનો પર આવી રોડ પર એકલા જતા મોટર સાઈકલ ચાલકને રોકી તેમના પાસેની મોટર સાઈકલ અને જે કોઈ સામાન હોય તે લૂંટી લઈ ગુન્હાને અંજામ આપતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું, ત્યારે હાલ તો સાબરકાંઠા LCB પોલીસે બીજુડા ગેંગના ભગવાન બેચર કાવા, પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર કાવા, પ્રદીપ હરીશ કકુઆ અને વિનોદ ધુલેશ્વર મનાત પાસેથી રોકડ રકમ, 3 મોબાઈલ, 2 ટુ વ્હીલર, 1 ઓટો રિક્ષા, સોનાના દાગીના સહિત અન્ય સાધનો મળી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓને પણ ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Next Story