Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:વડાલીના ગરીબ પરિવારની પ્રજ્ઞાચક્ષુ દીકરી દેશ માટે યુકેમાં રમશે ફૂટબોલ, જુઓ કેવી રીતે સિધ્ધિ હાંસલ કરી

રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા જન્મથી જ અંધ છે અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળમાં બી.એડ નો અભ્યાસ કરે છે.

X

સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામની દિવ્યાંગ દીકરીનો યુકેમાં ફૂટબોલ રમવા માટે સિલેક્શન થયું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામની દિવ્યાંગ દીકરીનો યુકેમાં ફૂટબોલ રમવા માટે સિલેક્શન થયું છે.રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા જન્મથી જ અંધ છે અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળમાં બી.એડ નો અભ્યાસ કરે છે.

હવે તે યુકેમાં ફૂટબોલ રમીને સમગ્ર વિસ્તાર સહિત પોતાના પરિવાર માટે ગૌરવરૂપ સાબિત થશે રહેડા ગામની વતની 23 વર્ષિય નિરમા ઠાકરડા જન્મથી જ અંધ છે.અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળ સંસ્થામાં બી.એડ નો અભ્યાસ કરી રહી છે. નિરમાનું સિલેક્શન યુકેમાં રમનાર ફૂટબોલ લીગમાં થયું હોવાથી હાલમાં તે પ્રેક્ટિસ અર્થે કેરળ ખાતે ગઈ છે અને ભવિષ્યમાં ફૂટબોલ રમી પોતાના પરિવાર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લા તથા દેશનું નામ રોશન કરશે.

નિરમાના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માત્ર તેમના મમ્મી અને નિરમા જ છે. તેમના મોટા બહેનના લગ્ન થઈ જવાથી તેઓ હાલ સાસરીમાં રહે છે. નિરમાના પિતા મનુભાઈનું બે વર્ષ અગાઉ આકસ્મિક રીતે નિધન થયું હતું.પરિવાર પાસે કોઈ જમીન ન હોવાથી માતા-પિતાએ દિવ્યાંગ નિરમાને મજૂરી કરીને જ ભણાવી છે.પરંતુ આંખથી અંધ હોવાથી પરિવારને નિરમા પાસે કોઈ અપેક્ષાઓ ન હતી, છતાં નિરમાએ પોતાની બુદ્ધિ ક્ષમતા અને દ્રઢ નિશ્ચયથી આજે જે કરી બતાવ્યું છે તે ખરેખર પરિવાર માટે એક ગૌરવની બાબત છે.

Next Story