Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજમાં શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાય, આંગણવાડી બહેનોએ લીધો ભાગ

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાઇ હતી જેમા આંગણવાડી કાર્યકર બહેનો દ્રારા અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી.

સાબરકાંઠાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ મહાકાલી મંદિર ખાતે આવેલ હોલમા આઇ.સી.ડી એસ મહિલા અને બાળવિકાસ દ્રારા પ્રાંતિજ અર્બન ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ નિમિત્તે શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્રારા પોતાના ધરેથી અલગ-અલગ મિલેટ્સમાંથી બનેલ વાનગીઓ બનાવીને લાવી હતી.

આ પ્રસંગે આંગણવાડી સુપરવાઇઝર મીનાક્ષી બેન,આરતીબેન,મોઈન લુહાર સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story