Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ટાંમેટા, કારેલા, મરચાંના ભાવ વધારે મળતા ખેડૂતો ખુશખુશાલ, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું..!

રાજ્યમાં શાકભાજીનું હબ ગણાતો સાબરકાંઠા જીલ્લો, ટાંમેટા સહિતની શાકભાજીના ભાવમાં ધરખમ વધારો.

X

સાબરકાંઠા જીલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે, ત્યારે હાલ તો અહી ટાંમેટા, કારેલા અને મરચાંના સહિતની શાકભાજીના ભાવમાં ધરખમ વધારો આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, જ્યારે શાકભાજીના આ જ ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે.

સાબરકાંઠા જીલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે, અને અહિંની શાકભાજી ગુજરાત સિવાય અન્ય રાજ્ય અને ભારત બહાર પણ મોકલવામાં આવતી હોય છે. ચોમાસું પાકમાં મુખ્યત્વે વેલાવાળી શાકભાજી જેવી કે દુધી, ગલકા, તુરિયા ઉપરાંત રીંગણ, કારેલા, ટામેટા, ભીંડા, ચોરી સહિતની શાકભાજીનું ઉત્પાદન પણ થતુ હોય છે, ત્યારે હાલમાં આદુ, ટામેટા, કારેલા, મરચા સહિતના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે.

ખેડૂતોએ ઉત્પાદન કરેલા શાકભાજીના ભાવની વાત કરીએ તો, કારેલા કે, જે પહેલા 100થી 300 રૂપિયે 20 કિલો મળતા હતા, જે અત્યારે 800થી 1000 રૂપિયા મળી રહ્યા છે. તો મરચા પહેલા 500થી 600 રૂપિયે 20 કિલો મળતા હતા, જે અત્યારે 1600થી વધુ ભાવે મળી રહ્યા છે. તો ટામેટા એક કિલોના 160થી 180 રૂપિયા ભાવે વેચાઈ રહ્યા છે.

એકંદરે આ વર્ષે ખેડુતેને શાકભાજીમાં સારું એવુ મળતર મળી રહ્યુ છે. વીઘે દીઢ અંદાજે 20થી 25 હજાર ખર્ચ થાય છે. જેનુ ઉત્પાદન અંદાજે 1 લાખ 30 હજારથી લઈ 1 લાખ 50 હજાર સુધી મળી રહે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આ વખતે પાક વાવેતર ઓછું થયું હોવાને કારણે શાકભાજીના ભાવ વધારે મળી રહ્યા છે. જેના કારણે ખુશીનો માહોલ છવાયો છે. આમ તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને લઈને ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો છે.

ઉત્પાદન ઓછું છતા પણ ભાવ વધુ મળતા ખોડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સામે ગ્રુહિણીઓનું પણ બજેટ પણ ખોરવાયું છે.

Next Story