Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરના કોટન માર્કેટમાં તમાકુની ખરીદીનો પ્રારંભ, પ્રથમ દિવસે જ તમાકુની ભારે આવક થઈ

હિંમતનગરમાં કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી. જેને લઈને તાલુકાના 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા,

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી. જેને લઈને તાલુકાના 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા, જ્યાં ખરીદીના પ્રથમ દિવસે હરાજીમાં રૂ. 2400 સુધીનો ભાવ બોલાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જિન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક ઉપરાંત ઊંઝા, વિજાપુરના 13 જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી. હિંમતનગર તાલુકાના 7 જેટલા વેપારીઓ તમાકુ અને ગાળિયુ વેચવા આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રૂ. 500 ભાવ વધુ બોલાયો હતો. હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે 565 જેટલી બોરીની આવક થઈ હતી. જેના 65 બોરી ગાળીયાની ખરીદી થઈ હતી. તમાકુનો ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 1720થી રૂ. 2400 ભાવ બોલાયો હતો, જ્યારે ગળીયાનો પ્રતિ 20 કિલોએ રૂ. 1 હજારથી રૂ. 1165 ભાવ બોલાયો હતો.

Next Story