Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: વરસાદ ખેંચાતા ડાંગરની ખેતી સામે જોખમ, જુઓ શું કહી રહ્યા છે ધરતીપુત્રો

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો, વરસાદની કાગડોળે જોવાતી રાહ.

X

સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ તલોદ વિસ્તાર ડાંગરની ખેતી માટે નુ હબ ગણાય છે ત્યારે ડાંગરની સિઝન શરૂ થતા ખેડુતોએ કુદરતના ભરોષે વાવણી શરુ કરી છે પરંતુ પુરતો વરસાદ ન હોવાથી ડાંગરની ખેતી સામે આવનાર સમયમાં જોખમ ઉભુ થાય એવી દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લામાં ખાસ કરીને મોટા ભાગે શાકભાજી, ફળફળાદી, મગફળી અને કપાસનુ વાવેતર પણ થતુ હોય છે ત્યારે ચોમાસુ સિઝનમાં પ્રાંતિજ તલોદ વિસ્તારના ખેડુતોએ ડાંગરનુ વાવેતર કર્યુ છે.ડાંગરની સિઝન આવતા વરસાદ વીના પણ ખેડુતોએ ડાંગરની ખેતીની શરુઆત કરી છે પહેલા તો ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડવામાં આવે છે અને ત્યારબાદ ડાંગરની રોપણી કરવામાં આવે છે પરંતુ આ વખતે ખેડૂતોને ડાંગરની ખેતી કરવી પણ મોંઘી બની છે કારણ કે બીયારણથી લઈને તમામ જગ્યાએ મોઘવારી વધતા ખેડુતોની કમર ટુટી છે.

આમ તો ડાંગરની ખેતી પાછળ 15 થી લઈ 20 હજારથી વધુ ખર્ચ એકરમાં થાય છે જેમાં ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડણી કરવી પડે છે પણ ડીઝલના ભાવ હાલ તો આસમાને પહોચ્યા છે.નોધનીય છે કે ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂરીયાત હોય છે અને ડાંગર પાણી વગર થઈ શકે તેમ નથી પરંતુ સિઝનની શરૂઆત થતા જ ખેડુતોએ ડાંગર વાવણીની ખેતી શરુ કરી છે પરંતુ જો હવે વરસાદ ખેચાશે તો ચોક્કસ પણ ડાંગરની ખેતી પણ ફેઈલ થાય તેવુ ખેડુત માની રહ્યા છે અને કુદરત ભરોસે ખેતી કરી રહ્યા છે.

Next Story