/connect-gujarat/media/post_banners/5dece4b77c970cce39223d5c9dacbb91a31b443ae82a8f50d3c7c0ece670882c.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ધી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના ચેરમેન-વાઈસ ચેરમેન માટેની ચુંટણી યોજાઇ હતી જેમાં ચેરમેન વાઇસ ચેરમેન માટે માત્ર એક એક એક ઉમેદવારી ફોર્મ ભરતાં ચુંટણી અધિકારી દ્વારા ચેરમેન- વાઇસ ચેરમેનને બીન જાહેર કરવામાં આવ્યાં હતા
સાબરકાંઠાની પ્રાંતિજ ધી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂર્ણ થતા નવા ચેરમેનને લઈને ચુંટણી યોજાઇ હતી જેમાં પ્રાંતિજ- તલોદના પ્રાંન્ત અધિકારી એમ.એન.ડોડીયા ઉપસ્થિત રહીને ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમા ભાજપ તરફથી મેન્ડેટ આપવામા આવ્યો હતો તો ચેરમેન અને વાઇસ ચેરમેન પદના ઉમેદવાર માટે માત્ર એક-એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા અન્ય કોઇ ઉમેદવારના હોવાથી વિજય જાહેર કરવામાં આવ્યાં હતાં જેમાં ચેરમેન તરીકે જીતેન્દ્ર પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે જગદીશ પટેલને પ્રાંન્ત અધિકારી દ્વારા બિનહરીફ વિજય જાહેર કરવામાં આવ્યાં હતાં