Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું કરાયું આયોજન, પોલીસ કર્મીઓ પણ ઘૂમ્યા ગરબે.....

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબાની મોજ માણી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસકર્મીઓ પણ ગરબે ઘૂમ્યા હતા.

માં અંબાના આરાધનાના પર્વ એવા નવરાત્રિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે આયોજકો દ્વારા વિવિધ સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન કરતા હોય છે. ત્યારે હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પોલીસ કર્મીઓ પણ ગરબા રમતા હોય છે, તો અહિ આવતા ખેલૈયાઓને સલામતી મળી રહે છે. આ ઉપરાંત દરરોજ અલગ અલગ ગાયક કલાકારો દ્વારા અહિ ગરબા કરવામાં આવે છે.

સલામતીને ધ્યાનમાં રાખીને ખેલૈયાઓ પાર્ટીપ્લોટ છોડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે ગરબા ઘુમવા આવે છે. ખાસ કરીને અહિ આવતી મહિલાઓ અને દિકરીઓને પણ સલામતી મળી રહે છે, માટે ખેલૈયાઓ અહિ ગરબે ગુમવા માટે આવે છે આ ઉપરાંત અહિ એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ પણ ગરબે ગુમતા હોય છે. જેને લઈ ખેલૈયાઓને સલામતી મળી રહે છે તો અહિ તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તો અહિ આવતા ખેલૈયાઓ નવલા નોરતાની મજા માણતા હોય છે.

Next Story