સાબરકાંઠા : બેંક રિકવરી એજન્ટના ત્રાસથી સગર પરિવારનો માળો પીંખાયો,પોલીસે દુષ્પ્રેરણ માટેનો ગુન્હો નોંધી એક આરોપીની કરી ધરપકડ

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો આરોપી અંકિત પટેલ હજુ ફરાર છે.

New Update
  • સાબરકાંઠામાં સગર પરિવારનો સામુહિક આપઘાતનો મામલો

  • પરિવારના સામુહિક આપઘાતમાં આવ્યો નવો વળાંક

  • પોલીસે દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો કર્યો દાખલ

  • બેંક રિકવરી એજન્ટ સહિત બે આરોપી સામે ગુન્હો નોંધાયો

  • પોલીસે એક આરોપીની કરી ધપરકડ અન્ય એક ફરાર

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસેHDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો આરોપી અંકિત પટેલ હજુ ફરાર છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત 12 એપ્રિલે સગરવાસમાં વિનુ મોહનભાઇ સગરતેમની પત્ની કોકિલાબેનબે પુત્રો અને એક પુત્રીએ ઝેરી દવા પીધી હતી.આ સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન પતિ-પત્ની અને બે પુત્રોનાં મોત થયા હતા. પુત્રી કૃષ્ણાબેન ઉર્ફે ભૂમિબેન હાલ ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના જણાવ્યા અનુસારમૃતક વિનુભાઈએ તેમના મિત્ર મહેશ પટેલના ક્રેડિટ કાર્ડ પર 3 લાખની લોન લીધી હતી. એજન્ટ ભદ્રરાજસિંહ હપ્તાની ઉઘરાણી માટે ધમકીઓ આપતો હતો. બીજો આરોપી અંકિત પટેલ વિનુભાઈના ઘરેથી ટ્રોલીકલ્ટી અને ઇલેક્ટ્રિક બાઈક લઈ ગયો હતો.

ઘટનાના દિવસે પરિવારે સ્ટીલના બે ગ્લાસ અને ત્રણ વાટકીમાં ઝેરી દવા પીધી હતી. પુત્રીએ બહાર આવીને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોએ 108ને જાણ કરી હતી. પરિવારને પ્રથમ વડાલી આરોગ્ય કેન્દ્રપછી ઇડરની પંચમ હોસ્પિટલ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બેંક રિકવરી એજન્ટની પઠાણી ઉઘરાણીએ સગર પરિવારનો માળો પીંખી નાખ્યો હતો.ત્યારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પોલીસે ભદ્રરાજસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.બીજા આરોપી અંકિત પટેલની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.