Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : જિલ્લાના 10 પોલીસ સ્ટેશનમાં લાગ્યાં સોલર રૂફ ટોપ, વીજબિલની તગડી રકમમાંથી છુટકારો

સાબરકાંઠા જિલ્લા પોલીસનો નવતર અભિગમ, 10 પોલીસ સ્ટેશનને પ્રથમ ચરણમાં આવરી લેવાયાં.

X

સાબરકાંઠા જિલ્લાના ૧૦ જેટલા પોલીસ સ્ટેશનોમાં સોલર રૂફ ટોપ લગાવી સૌર ઉર્જાની મદદથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહયું છે. આ તમામ પોલીસ સ્ટેશનના વીજબિલમાં ઘટાડો થયો છે.

રાજય સરકાર ઉર્જાના પુન: પ્રાપ્ય સ્ત્રોત પર ભાર મુકી રહી છે અને તેના ભાગરૂપે સોલર રૂફ ટોપની યોજના અમલમાં આવી છે. આ યોજના હેઠળ તમે તમારા મકાનની છત પર સોલર રૂફ ટોપ લગાવો છો તો સરકાર તમને સબસીડી પણ આપી રહી છે. સરકારની આ યોજનાનો લાભ સાબરકાંઠા પોલીસે પણ લીધો છે. હાલમાં સાબરકાંઠા જિલ્લાના ૧૦ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઊર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે તેમજ આગામી સમયમાં બાકી રહેલા પોલીસ મથકો પણ સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત થનાર છે ત્યારે સૌરઊર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશા સૂચક છે.

સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે 5000થી વધારે લોકોએ સૌર ઊર્જા અપનાવી છે. ઉત્તર ગુજરાત વીજ વિભાગ દ્વારા ૨૦ ટકા થી ૪૦ ટકા જેટલી સબસીડી પણ જાહેર કરવામાં આવી છે જેમાં 1 કિલો વોટ થી 3 કિલો વોટ સુધી ૪૦ ટકા તેમજ ૩ કિલો વોટ થી ૧૦ કિલો વોટ સુધી ૨૦ ટકા સહાય ની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સૌર ઉર્જાના ઉપયોગથી વીજબિલમાં ઘટાડો કરી શકાય છે.

Next Story