સાબરકાંઠા: હિંમતનગરના હમીરગઢ અંડરપાસમાં ST બસ વરસાદી પાણીમાં ડૂબી,મોટી જાનહાની ટળી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હમીરગઢ ગામના રેલવે અંડરપાસ માંથી ST બસ પસાર થતી વખતે વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી,

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હમીરગઢ ગામના રેલવે અંડરપાસ માંથીST બસપસાર થતી વખતેવરસાદી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી,આખી બસ પાણીમાં ડૂબતા ડ્રાઈવર કંડકટર બસની છત ઉપર ચઢી ગયા હતા,અને સ્થાનિક લોકોએ તેમને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામમાં વરસાદના પાણીએ રેલવે અંડરપાસમાં જમાવટ કરી હતી,જોકે આ માર્ગ પરથી એકST બસને જીવના જોખમે બસ ચાલક અંડરપાસ માંથી બસ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો,જોકે આખી બસ અંડરપાસના પાણીમાં ડૂબી ગઈ હતી,અને બસના ડ્રાઇવર કંડકટર બસની છત ઉપર ચઢી ગયા હતા,આ ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ દોડી આવીને ડ્રાઈવર કંડકટરને સુરક્ષિત રીતે બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે બસમાં કોઈ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી,પરંતુ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારી હોવાની ફરિયાદો લોક મોઢે ઉઠવા પામી હતી.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.