સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હમીરગઢ ગામના રેલવે અંડરપાસ માંથી ST બસ પસાર થતી વખતે વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી,આખી બસ પાણીમાં ડૂબતા ડ્રાઈવર કંડકટર બસની છત ઉપર ચઢી ગયા હતા,અને સ્થાનિક લોકોએ તેમને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામમાં વરસાદના પાણીએ રેલવે અંડરપાસમાં જમાવટ કરી હતી,જોકે આ માર્ગ પરથી એક ST બસને જીવના જોખમે બસ ચાલક અંડરપાસ માંથી બસ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો,જોકે આખી બસ અંડરપાસના પાણીમાં ડૂબી ગઈ હતી,અને બસના ડ્રાઇવર કંડકટર બસની છત ઉપર ચઢી ગયા હતા,આ ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ દોડી આવીને ડ્રાઈવર કંડકટરને સુરક્ષિત રીતે બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે બસમાં કોઈ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી,પરંતુ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારી હોવાની ફરિયાદો લોક મોઢે ઉઠવા પામી હતી.