Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : 4 પ્રકારના તરબૂચની સફળ ઓર્ગેનિક ખેતી, વર્ષે રૂ. 3-4 લાખની કમાણી કરતાં ચિત્રોડીના ખેડૂત...

ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી 4 પ્રકારના તરબૂચની ખેતી કરી વર્ષે રૂપિયા 3થી 4 લાખની આવક મેળવી રહ્યા છે.

X

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી 4 પ્રકારના તરબૂચની ખેતી કરી વર્ષે રૂપિયા 3થી 4 લાખની આવક મેળવી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત સંકેત ચૌધરી પોતાના ખેતરમાં છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ઓર્ગેનિક પદ્ધતિથી અલગ અલગ 4 પ્રકારના તરબૂચની ખેતી કરે છે, અને વર્ષે રૂપિયા 3થી 4 લાખની કમાણી પણ કરે છે. ખેડૂત સંકેત ચૌધરીએ 7 દિવસ વડતાલ ખાતે સુભાષ પાલેકરની કુદરતી ખેતી અંગેની શિબિરમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમને પોતાના ખેતરમાં સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. તેઓ વર્ષ 2005થી સતત 4 અલગ અલગ પ્રકારના તરબૂચની ખેતી કરે છે. જેમાં લીલા, પોપટી, કાબરચીતરા અને પીળા રંગના તરબૂચની ખેતી કરે છે. વર્ષ 2008થી દવાઓ કે, રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ ન કરતા તેના બદલામાં તેઓ કુદરતી દવા ઘરે જ બનાવે છે. જેમાં જીવામૃત, અજમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્કનો ઉપયોગ કરે છે. કુદરતી દવા બનાવી આ દવાનો ખેતરમાં છંટકાવ કરી ઓર્ગેનિક તરબૂચની ખેતી કરે છે, અને તેના ફાર્મ ઉપરથી જ તે પાકનું સીધું વેચાણ કરે છે.

Next Story