Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ખરાબ આર્થિક સ્થિતિ વચ્ચે બીજા બાળકનો જન્મ થતાં માતાએ જ બાળકીને જીવતી દાટી...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી ગતરોજ જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી ગતરોજ જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી. ગાંભોઈ ગામના GEB નજીકના એક ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં જ લોકોમાં જેને 'રામ રાખે, તેને કોણ ચાખે' વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાય હતી, અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકીને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

હાલ તો બાળકી મોત અને જિંદગી વચ્ચે ઝઝૂમી રહી છે, ત્યારે આ મામલે પોલીસે 3 અલગ અલગ તેયમો બનાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા કડી તાલુકાના નંદાસણ નજીક ડાંગરવા ગામેથી બાળકીના નિષ્ઠુર માતા-પિતા મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં બાળકીની માતાએ સ્વિકાર્યું હતું કે, તેણે પોતે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાના કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. જેથી બાળકીને જીવતી જ દાટી દેવાનું નિષ્ઠુર જનેતાએ પોલીસ સમક્ષ રટણ કર્યું હતું.


Next Story