Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પડતર પ્રશ્નો બાબતે આચાર્ય સંઘ અને સંચાલક સંઘના હોદ્દેદારો દ્વારા રામધૂન કરી વિરોધ પ્રદર્શિત કરાયો

X

ગુજરાત રાજ્યની 5000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે હિંમતનગર સ્થિત ટાવર ચોક ખાતે આચાર્ય સંઘ અને સંચાલક સંઘના હોદ્દેદારો દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્યની 5000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘ અને સંચાલક સંઘ દ્વારા અનેકવાર રાજ્ય સરકારના પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો અત્યાર સુધી આવ્યો નથી જેને લઈને આજે હિંમતનગર ટાવર ચોક ખાતે રામધૂન યોજી વિરોધ નોંધાવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બરમાં યોજાયેલ ચૂંટણી પૂર્વે સંઘના પડતર પ્રશ્નોને સ્વીકારવામાં આવ્યા હતા પરંતુ તેનું અમલીકરણ ન થવાના કારણે ફરી એકવાર વિરોધનો સુર ઉઠ્યો છે કાયમી શિક્ષકની ભરતી,કાયમી ક્લાર્કની ભરતી અને ગ્રંથપાલ સહિત પટાવાળાની ભરતી કરવા માટે રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા રાજ્ય સરકાર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી જેની સીધી અસર બાળકોના ભવિષ્ય પડતી હોવાના આક્ષેપ સાથે રાજ્ય આચાર્ય સંઘ અને સંચાલક સંઘ દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો સાથો સાથ દરેક જિલ્લાના કલેકટર અને જે તે વિસ્તારના ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે હિંમતનગર સ્થિત ટાવરચોક ખાતે આચાર્ય સંઘ અને સંચાલક સંઘના હોદ્દેદારો દ્વારા રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Next Story