સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરમપરા હોલિકા ઉત્સવ યોજાયો

સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરમપરા હોલિકા ઉત્સવ યોજાયો
New Update

પ્રાંતિજના મજરા ખાતે હોલિકા ઉત્સવ યોજાયો

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયાં

ધગધગતા અંગારા ઉપર ખુલ્લાંપગે શ્રધ્ધાળુઓ ચાલે છે

ભગવાન ભૈરવનાથની પરમકુપાથી કોઇ દાઝતુ નથી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા ૫૦૦ વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઇ લાકડા છાણા ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ - અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરમપરાં યંત્ર યુગમાં આજે પણ યથાવત છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં અનોખી પરંપરા સાથે હોલિકા ઉત્સવ યોજવામાં આવે છે. ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં એક હોળીમાં લાકડાં મુકવામાં આવે છે અને બીજી હોળીમાં છાણાં મુકવામાં આવે છે. લાકડાંની હોળીમાં જે અંગારા પડે છે તેના ઉપરથી બાળકોથી માંડીને યુવાનો અને વુધ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે. પરંપરાગત ચાલી આવતી આ પ્રથામાં હજુ સુધી કોઇપણ દાઝયુ હોય તેવો કોઇ બનાવ બન્યો નથી. ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રધ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાંથી આવે છે અને પોતાની રાખેલ માનતા અને બાધા પુર્ણ કરે છે. વર્ષોથી અંહી અંગારામાં ચાલવાની પરમપરાં પ્રચલિત થઇ છે તેને ગામજનો ભૈરવનાથની કૃપા માને છે

#ConnectGujarat #Sabarkantha #Holika festival #Majra #Prantij
Here are a few more articles:
Read the Next Article