Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું વિજયનગર-દઢવાવમાં સમાપન કરાયું…

5 રાજ્યો અને 500 જેટલા ગામો ખુંદી વળીને 7 હજાર કિલોમિટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું દઢવાવમાં સમાપન કરવામાં આવ્યું

X

ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું

5 રાજ્યોમાં થઈ યાત્રાએ કાપ્યું 7 હજાર કિમીનું અંતર

દઢવાવમાં શહિદોને શ્રદ્ધાંજલી આપી યાત્રાનું સમાપન

બ્રિટિશ સલ્તનત સામે જંગે ચડનાર આદિવાસી સમાજના મસીહા બિરસા મુંડાના વંશજોએ ગત તા. 9મી ઓગષ્ટે ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા આરંભી હતી. જે યાત્રા ઝારખંડ થઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન થઈ ગુજરાતમાં આવી પહોંચતા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર-દઢવાવમાં શહિદ વિરોને અંજલિ આપી આદિવાસી સુરક્ષા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

ઝારખંડથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન થઈ આદિવાસી સુરક્ષા યાત્રા ગાંધી જયંતિના દિવસે ગુજરાતમાં આવી પહોચી હતી. 5 રાજ્યો અને 500 જેટલા ગામો ખુંદી વળીને 7 હજાર કિલોમિટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું સાબરકાંઠા જિલ્લાના વિજયનગર દઢવાવમાં આવેલ શહીદ સ્મારક ખાતે 1,200 શહીદોને અંજલિ આપી સમાપન કરવામાં આવ્યું હતું. હૈયે હૈયું ચંપાય એવી ભરચક જનમેદનીમાં એક જાહેર સભા સાથે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સલ્તનત સામે જંગે ચડનાર આદિવાસી નેતા બિરસા મુંડાના વંશજોએ ગત તા. 9મી ઓગષ્ટે ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા યાત્રા આરંભી હતી.

ઉલ્લેખનીય છે કે, સલ્તનતના તત્સમયમાં જાગીરદારોએ ઠેકેદારોને આદિવાસી ગામોમાં લોકો પાસે કર વસુલી મટે મોકલ્યા, પણ કોઈ ગામોએ કર ચૂકવ્યો નહીં. એકસંપ દાખવતા તેમાં સંગઠનને સફળતા મળી હતી. તે બાદ એ સમયે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના કારણે ગામા છમ પાડા, માદડી પટ્ટા અને ખેરવાડામાં વેઠપ્રથા અને કરમાં થોડી રાહત આપવામાં આવી. આદિવાસી અગ્રણી મોતિલાલ તેજાવત પણ આદિવાસી આગેવાનો અને લોકો સાથે જોડાયા હતા. આદિવાસી સુરક્ષા યાત્રાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં એકતા અને સુરક્ષા તેમજ દમન અને શોષણ સામે જાગૃતિ લાવવાનો હતો.

Next Story