સાબરકાંઠા : ટેબલના ડ્રોઅરને પગથી ક્ષણવારમાં તોડી નાંખે છે તસ્કરો, જુઓ ચોરીની ઘટના LIVE

પ્રાંતિજના તાજપુર કૂઇ ગામે બની ચોરીની ઘટના, ચોરનું કારસ્તાન સીસીટીવી કેમેરામાં થયું કેદ.

New Update
સાબરકાંઠા : ટેબલના ડ્રોઅરને પગથી ક્ષણવારમાં તોડી નાંખે છે તસ્કરો, જુઓ ચોરીની ઘટના LIVE

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલી બ્રહમાણી પાન સેન્ટરની દુકાનમાં સતત પાંચમી વખત ચોરીનો બનાવ બન્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પ્રાંતિજ તાલુકામાં તમાકુ અને સિગરેટ માટે પાનના ગલ્લાઓને નિશાન બનાવતી ટોળકી સક્રિય બની છે. પ્રાંતિજના ધડકણ બાદ તાજપુર કુઈ ખાતે આવેલ બ્રહ્માણી પાન પાર્લરની દુકાનનું છાપરૂ તોડી તસ્કર અંદર પ્રવેશે છે અને માલસામાન સહિત 50 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઇ જાય છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની આખી ઘટના દેખાઇ રહી છે અને દુકાનમાં પ્રવેશેલો તસ્કર ક્ષણવારમાં ટેબલના ડ્રોઅરને તોડી નાંખતો નજરે પડી રહયો છે.

હવે બ્રહમાણી પાન પાર્લર સાથે જોડાયેલી રસપ્રદ બાબત પર નજર કરીએ. આ દુકાનના માલિક ભાવેશ પ્રજાપતિ છે. આ દુકાનને પાંચ કે છ વખત તસ્કરો પોતાનું નિશાન બનાવી ચુકયાં છે. દુકાનમાં ચોરીના બનાવો વધી જતાં માલિકે સીસીટીવી કેમેરા બેસાડયાં હતાં અને ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. હાલ તો બનાવ અંગે પ્રાંતિજ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. તાલુકાના બે ગામોમાં પાનના ગલ્લાઓમાં ઉપરાછાપરી ચોરીના બનાવો બનતાં વેપારીઓમાં પણ ભય ફેલાયો છે.

Latest Stories