Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ઉનાળામાં ઠંડક આપતી આ વનસ્પતિ માત્ર આ પ્રદેશમાં જ જોવા મળે છે,જુઓ શું છે વિશેષતા

જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ રહેતી નથી. કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહી થાય છે

X

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ રહેતી નથી. કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહી થાય છે

સાબરકાંઠાના ઇડરનાં લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે. અને એ છે ઈડરિયા ગઢ પર આવેલા કુંડમાં થતી ટાઢોડી નામની વનસ્પતિ.ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ નથી રહેતી. કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહી થાય છે. અને એ વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ આપી રહી છે. ગુજરાતમાંમાત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આ વેણી-વચ્છરાજનાં નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે.ઘણા લોકોએ આ વનસ્પતિને ઇડરમાં જ આવેલા રાણી તળાવ સહીત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે. પણ તે આં કુંડ સિવાય અન્ય કોઈ જ જગ્યાએ થતી નથી. લોકો અહીથી ગમે તેટલી વનસ્પતિ લઇ જાય તે ફરીથી ઉગી જ નીકળે છે. અને ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે પરંતુ વનસ્પતિ ખુટતી નથી.તો એકબાજુ ગરમીથી ધકધકતુ ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ. એટલે લોકો ગઢ પર આવે અને આ વનસ્પતિ લઈને જ જાય છે અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે.

Next Story