Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:સાયબર ક્રાઇમ અટકાવવા માટે સિનિયર સિટીઝનની સુરક્ષાને લઇ પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો

ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. જેને લઇને પોલીસ દ્વારા ક્રાઇમને અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

X

સાબરકાંઠા જિલ્લામાં સિનિયર સિટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ લઈને હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરી ખાતે તાલીમ ભવનમાં જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સહિત જિલ્લાઓમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. જેને લઇને પોલીસ દ્વારા ક્રાઇમને અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે સિનિયર સિટીઝન સુરક્ષા માટે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી ટીમની સાથે મહિલા કોન્સ્ટેબલો સાથે પુરુષ કોન્સ્ટેબલોને પ્રોજેક્ટર દ્વારા જિલ્લામાં સિનિયર સિટીઝન ઘરે ઘરે જઈને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકે તે અંગે સાથે એક પેમલેટ આપીને માહિતી આપવામાં આવશે. સાથે જિલ્લામાં ૧૫ સી ટીમ બનાવવામાં આવી છે. એક ટીમ સાથે ત્રણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એલ.આર. અને બે પુરુષ કોન્સ્ટેબલ એલ.આર. આમ દિવસ દરમિયાન ૧૦ જેટલા સિનિયર સિટીઝનની મુલાકાત કરશે.

Next Story