Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: વિજયનગરના ચિત્રોડીમાં જમીન તકરારમાં 3 ભત્રીજાએ કાકાનું અપહરણ કરી હત્યા કરી

સાબરકાંઠાના ચિત્રોડીમાં જમીન તકરારમાં ભત્રીજાઓએ કાકાનું અપહરણ કરી ઢોર માર મારી હત્યા કરતાં ચકચાર મચી હતી.

X

સાબરકાંઠાના ચિત્રોડીમાં જમીન તકરારમાં ભત્રીજાઓએ કાકાનું અપહરણ કરી ઢોર માર મારી હત્યા કરતાં ચકચાર મચી હતી. આ મામલે ચિઠોડા પોલીસ મથકમાં મૃતકની પુત્રવધૂએ તેના સસરાની હત્યા થયાની શંકા આધારે ફરિયાદ નોંધાયાની ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીઓ અને ભાઈઓને ઝડપી લીધા હતા.

સાબરકાંઠાના ચિત્રોડીના લીલાબેન રાવજીભાઈ નિનામાએ શનિવારે તેમના સસરા નવજીભાઈ કાળાભાઈ નિનામા ગુરુવારે રાત્રે 8 વાગ્યાના સુમારે તેમના ઘરના આંગણામાં સૂતેલા હતા. તે સમયે તેમના ભત્રીજાઓ રાજેશ ,મહેન્દ્ર અને સુરેશભાઈ ભૂરજીભાઈ નિનામાએ નવજીભાઇને તમે આમારી જમીન પચાવી પાડી છે તેમ કહી ઢોર માર મારી ખેંચી જઇ અપહરણ કરી હત્યા કરી દીધી હોવા અંગેની શંકા હોવાની ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં અપહરણ કરનાર નવજીભાઈના ભત્રીજાઓ રાજેશ, મહેન્દ્ર અને સુરેશભાઈ ભૂરજીભાઈ નિનામા ની ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપીઓએ નવજીભાઈ ને ઢસડી ને ખેતરમાં લાઈ જાઇ મારતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. જે બાદ આ ત્રણેય આરોપીઓએ નવજીભાઈની લાશને પોતાની રિક્ષામાં નાંખી ઈડરના પાંચમહુડાના જંગલમાં રસ્તા નજીક ફેંકી દીધી હોવાનું જણાવતાં પોલીસે આરોપીઓ અને મૃતકના પુત્રને સાથે રાખી ઘટના સ્થળે જઇ તપાસ કરતાં મૃતકના પુત્રે લાશ તેના પિતાની હોવાનું જણાવતા લાશનો કબજે લઇ પંચનામુ કરી પોસ્ટમોર્ટમ બાદ આ બનાવમાં અગાઉ નોંધાયેલા અપહરણના ગુના બાદ હત્યાના ગુનાની કલમો ઉમેરી આરોપીઓ રાજેશ ,મહેન્દ્ર અને સુરેશભાઈ ભૂરજીભાઈ નિનામા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story